Monday, December 23, 2024
HomeGujaratલોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ:અબ કી બાર 400 કે પાર ની નેમ સાથે...

લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ:અબ કી બાર 400 કે પાર ની નેમ સાથે ભાજપના કાર્યકરો મેદાને ઉતર્યા

મોરબી જિલ્લા ભાજપ દ્વારા યુવા ચૌપાલ એટલે કે, ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આગામી લોકસભાની ચૂંટણીમાં ૪૦૦ સીટ સાથે ત્રીજી વખત મોદી સરકાર બનાવવા માટે કાર્યકરોને આહ્વાન કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા ભાજપનાં જણાવ્યા અનુસાર, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા આગામી ચૂંટણીનાં ભાગરૂપે ભાજપ 400+ બેઠકો પર ભવ્ય વિજય પ્રાપ્ત કરે તેના માટે કાર્યકરોને અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓમાં લગાડી દેવામાં આવ્યા છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લા યુવા ભાજપ દ્વારા અબ કી બાર 400 પાર સ્લોગન સાથે જિલ્લા ભાજપનાં અધ્યક્ષ સાગરભાઈ સદાતિયાં તેમજ મહામંત્રી શક્તિસિંહ જાડેજા તેમજ તપન દવેના માર્ગદર્શન હેઠળ યુવા ચોપાલ એટલે કે ખાટલા બેઠકના કાર્યક્રમ તમામ તાલુકા પંચાયત સીટ તેમજ શહેરના તમામ વોર્ડમાં યોજવામાં આવી રહી છે. જેમાં નવ મતદાતાઓ હોશે હોશે જોડાઈ રહ્યા છે. અત્યારસુધીમાં કુલ 78 જેટલી ચોપાલોનું સફળતા પૂર્વક આયોજન થઈ ચૂક્યું છે. તેમજ આગામી દિવસોમાં અન્ય 80 થી વધુ યુવા ચોપાલ જિલ્લામાં યોજાશે. તેમ મોરબી જિલ્લા ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!