મોરબીમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા આયોજિત પૂજ્ય મોરારીબાપુની રામકથામાં આજે હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તેમજ નિશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આજે આરામ કથામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલએ પણ હાજરી આપી હતી.
મોરબીમાં મોહનભાઈ કુંડારિયા દ્વારા આયોજિત રામકથાનો આજે સાતમો દિવસ છે ત્યારે અગાઉ પણ ગુજરાતના મુખ્યમંત્રી તેમજ અલગ અલગ ધારાસભ્યો અને નેતાઓ ઉપસ્થિત રહી ચૂક્યા છે.ત્યારે આજે રામકથાના સાતમા દિવસે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલએ હાજરી આપી હતી. તેમજ આજના દિવસે રામકથામાં સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એઈમ્સ હોસ્પિટલની ટીમ દ્વારા ચેકપ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ થી વધુ ડોક્ટર અને પેરામિડિકલ નો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો અને ૧૬૦૦ થઇ વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.