Monday, October 7, 2024
HomeGujaratગીર બરડા અને આલેચના જંગલના સ્થળાંતરિત માલધારીઓને થતા અન્યાય મામલે વડવાળા યુવા...

ગીર બરડા અને આલેચના જંગલના સ્થળાંતરિત માલધારીઓને થતા અન્યાય મામલે વડવાળા યુવા સંગઠન દ્વારા રજૂઆત

વડવાળા યુવા સંગઠન દ્વારા અન્યાય મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજુઆત કરવામાં આવી

- Advertisement -
- Advertisement -

વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક દેવેન રબારીએ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર લખી ગીર બરડા અને આલેચના જંગલના નેસ વિસ્તારના અને સ્થળાંતરિત રબારી, ભરવાડ અને ચારણ સમાજને થતો અન્યાય અટકાવવા માટેની માંગ કરી કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે ૨૯ ઓક્ટોબર ૧૯૫૬ ના રાષ્ટ્રપતિના જાહેરનામાં મુજબ ગીર બરડા અને આલેચના જંગલના નેસ વિસ્તારના રબારી, ભરવાડ અને ચારણ જાતિને અનુસુચિત જનજાતિના હક્કો મળેલા છે વર્ષ ૧૯૯૩ માં સરકાર દ્વારા રચિત મલકાણ પંચ દ્વારા ૧૭,૫૫૧ પરિવારોની ઓળખ કરી અને અનુસુચિત જનજાતિના દરજ્જાને પાત્ર પરિવારોને આદિજાતી વિભાગ દ્વારા વિગતદર્શક કાર્ડ આપવામાં આવ્યા હતા અને ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સમાજને લાભ આપવા યોગ્ય પગલાઓ લીધા છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સમાજના એલઆરડી, જીપીએસસી, જીએસઆરટીસી અને અન્ય પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલ લગભગ ૧૫૦ થી વધુ ઉમેદવારોની નિમણુક જાતી પ્રમાણપત્રની ચકાસણીના બહાને અટકાવી દીધેલ છે કમિટી બનાવેલ હોય જેના દ્વારા ૧૯૫૬ પહેલાના પુરાવા માંગવામાં આવે છે જે મોટાભાગના માલધારીઓ પાસે નથી જેથી કાચા મકાન વાવાઝોડા, અતિવૃષ્ટિ, ભૂકંપ જેવી આપદાઓના સમયે સતત સ્થળાંતર, શિક્ષણનાં અભાવને લીધે ૭૦ વર્ષ પહેલાના પુરાવા મળવા સંભવ નથી જેથી ગીર બરડા, આલેચના રબારી, ભરવાડ અને ચારણ જાતિને જાતી અંગેના પ્રમાણપત્રો તમામ દાખલ દાખલાઓ રાજ્ય સરકારના વહીવટી તંત્રની કમિટી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને રેંજ ફોરેસ્ટ અધિકારી દ્વારા મામલતદારના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરીમાં આધાર પુરાવા જોઈ તપાસ કરીને કમિટીમાં મંજુર કરી આપવામાં આવેલ છે જેથી સમાજને અનુસુચિત જનજાતિમાંથી દુર કરવાની કોઈ પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં ના આવે તેવી માંગ કરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!