જુના સાદુળકા તથા નવા સાદુળકા રેવન્યુ રકબામાંથી લક્ષ્મીનગર, ભરતનગર અને અમરનગરને મહેસુલી ગામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જુના સાદુળકા તથા નવા સાદુળકા ગામના રેવન્યુ રકબામાંથી લક્ષ્મીનગર ભરતનગર અને અમરગરને અલગ મહેસુલી ગામ જાહેર કરવા શ્રી રાજપૂત કરણી સેના દ્વારા મોરબી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
શ્રી રાજપૂત કરણી સેના દ્વારા પાઠવાયેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, જુના સાદુળકા તથા નવા સાદુળકા રેવન્યુ રકબામાંથી લક્ષ્મીનગર, ભરતનગર અને અમરનગરને મહેસુલી ગામ જાહેર કરવામાં આવેલ છે, તથા સર્વ નંબરોની વહેંચણી કરવામાં આવેલ છે. જેમાં સાદુળકા ગામને માત્ર 152 થી 195 સર્વે નંબર મળેલ છે. જે અયોગ્ય છે, અગાઉ પ્રાંત અધિકારી દ્વારા વહેંચણી બાબતે મિટિંગ કરેલ જેમાં ગ્રામજનોએ ગામતળ સર્વે નંબર 53 ની આજુબાજુમાં આવતા સર્વે નંબરોની માંગણી કરેલ હતી. જે ધ્યાને લેવામાં આવેલ નથી તથા તેમની રજુઆતો વ્યાજબી હોવા છતાં ન્યાય મળેલ નથી. જુના સાદુળકા ગામને જાણ બહાર તથા વિશ્વાસમાં લીધા સિવાય જ આ વહેંચણી થયેલ છે. અગાઉ તેઓએ પ્રાંત અધિકારી મોરબીને લેખિતમાં વાંધા અરજી કરેલ પણ કોઈ પણ જવાબ મળેલ નથી આ બાબતે જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે શ્રી રાજપૂત કરણી સેના આંદોલન કરશે. તેવી તેઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી.