મોરબીના એડવોકેટ દર્શન દવે અને એડવોકેટ મિતેશભાઈ દવેની ટીમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિધાનસભા કાર્યાલયમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મોરબીમાં મ્યુઝિયમ (સંગ્રહાલય) નિર્માણ માટે રજૂઆત કરી, અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ તથા પ્રાદેશિક વિકાસના ફાયદાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મોરબીના એડવોકેટ દર્શન દવે તેમજ એડવોકેટ મિતેશભાઈ દવેની ટીમના સભ્યો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે વિધાનસભા કાર્યાલયમાં મુલાકાત કરી હતી, આ તકે મોરબીમાં એક સંગ્રહાલય(મ્યુઝિયમ)ના નિર્માણ માટે રજૂઆત કરવામાં આવી અને તેના સંભવિત લાભો, સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ તથા પ્રાદેશિક વિકાસમાં યોગદાનના વિવિધ પાસા પર વિગતવાર ચર્ચા કરી હતી. આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સંગ્રહાલય(મ્યુઝિયમ) માત્ર આપણી સમૃદ્ધ ઐતિહાસિક વારસાને સંગ્રહિત ન કરે, પરંતુ પર્યટન અને સ્થાનિક વિકાસને પણ એક નવી દિશા પણ પ્રદાન કરશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું હતું.