Thursday, November 28, 2024
HomeGujaratવિચરતી જાતિના રિઝર્વેશનના મળતા લાભો ફરી શરૂ કરાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત...

વિચરતી જાતિના રિઝર્વેશનના મળતા લાભો ફરી શરૂ કરાવવાની માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત કરાઈ

હળવદ: વિચરતી અને વિમુક્ત જાતિઓને વર્ષ ૧૯૯૫ સુધી અલગ રીઝર્વેશન લાભો મળતા હતા જે લાભો મળવાનું બંધ થયું છે. ત્યારે ગુજરાત સરકાર એ લાભો પુનઃ શરુ કરે તેવી માંગ દિશા નિર્દેશ સમિતિ ધ્રાંગધ્રા વિધાનસભા દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે, વિચરતી અને વિમુક્ત જાતિઓની સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિ નબળી છે જાતિઓના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજના વર્ષ ૨૦૦૫ થી વિમુક્ત અને વિચરતી જાતિઓના બોર્ડની પણ સરકારે રચના કરી છે અન્ય પછાત જાતિઓના ઉત્કર્ષ માટે જે બજેટ ફાળવવામાં આવે છે. તેની સાપેક્ષમાં છેલ્લા કેટલાય વર્ષોથી ફક્ત વહીવટી ખર્ચનું બજેટ ફાળવાય છે બોર્ડના ચેરમેન અને ડીરેક્ટરની જગ્યા ખાલી છે. રાજ્ય સરકાર દ્વારા આ સમુદાયોને પહેલા અલાયદી અનામત આપવામાં આવતી હતી જે વ્યવસ્થા સરકારે અચાનક બંધ કરી છે. દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં ચાર ટકા અલગ અનામત વ્યવસ્થા અમલી છે જેથી રાજ્ય સરકાર વિમુક્ત અને વિચરતી જાતિઓ માટે અલગ ૪ ટકા અનામતની જોગવાઈ અમલી થાય તો સમુદાય સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ સકે જેથી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!