મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં મોજે પાનેલી ગામ ની ૧૦૮૭૩ ચોરસ મીટર સરકારી જમીન પર સિરામિક ફેકટરી કબજો જમાવી લેતા મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જમીન ના નકશા સહિતના આધાર પુરાવા સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.
જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં મોજે સરતાનપર ના રેવન્યુ સર્વે નંબર ૧૪૯ પૈકી ૧ અને સર્વે નંબર ૧૪૯ પૈકી ૨ પર સોક્યૂટ સિરામીક LLP નામની સિરામિક ફેકટરી આવેલ છે. આ ફેકટરી ના માલિક એ મોજે સરતાન પર ગામની સર્વે નંબર ૧૫૦ ની ૩૮૩૩૬ ચોરસ મીટર સરકારી જમીન અને મોજે પાનેલી ગામના સર્વે નંબર ૨૩૮ નો ૧૦૮૭૩ ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર પેશકદમી કરી બાંધકામ કરેલ છે.જે બાબતે સરતાનપર ગામ ના અને પાનેલી ગામના તલાટી મંત્રીને જાણ કરવા છતાં તેઓએ આ મામલે તપાસ કરી વાંકાનેર મામલતદાર ને રીપોર્ટ કરેલ નથી.જેથી આજે મોરબી જિલ્લા કલેકટર ને નકશા સહિતના તમામ પુરાવાઓ સાથે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.તેમજ આ દબાણ કરતી ફેકટરી ના માલિકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.તેમજ જિલ્લા કલેકટર દ્વારા પણ અરજદાર ને સાથે રાખીને આ મામલે યોગ્ય તપાસ કરવા જણાવ્યું હતું.
તેમજ આગામી સમયમાં હજુ યોગ્ય તપાસ નહી થાય તો મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા સરતાન પર અને પાનેલી ગામના ગ્રામજનો ને સાથે રાખીને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.