રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છની બે દિવસીય મુલાકાતે આવી પહોંચ્યાં છે.તેઓ ગઈકાલે એરપોર્ટથી સીધાં સર્કિટ હાઉસ પહોંચ્યાં હતાં.જે બાદ રાષ્ટ્રપતિએ સ્મૃતિવનની મુલાકાત લીધી હતી.જે બાદ આજ રોજ તેમના દ્વારા ધોરડો સફેદ રણની મુલાકાત લેવામાં આવી હતી.
કલા અને કસબની ધરતી એવા કચ્છની મુલાકાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ વિશ્વવિખ્યાત એવા ધોરડોના સફેદ રણ ખાતે ભાતીગળ સંસ્કૃતિની રજૂઆત કરતો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો. તેમજ કેમલ સફારી કરી ધરોડો સૂર્યાસ્ત નો આહલાદક નજારો માણ્યો હતો.
તેમજ રમણીય સાંજને માણતા માણતા ધોરડો ગામે કઈ રીતે દુનિયાના “બેસ્ટ ટુરિઝમ વિલેજ” નો ખિતાબ મેળવ્યો તેની ઊંડાણપૂર્વકની માહિતી મેળવી હતી, અને રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા “કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા”ની ઉક્તિને પણ નજીકથી સમજી હતી.