Wednesday, December 24, 2025
HomeGujaratપ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા "મારા સપનાનું મોરબી" વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા “મારા સપનાનું મોરબી” વકતૃત્વ સ્પર્ધાનું આયોજન

પત્રકારત્વની સાથે સાથે સામાજિક લેવલે પણ પોતાની જવાબદારી સમજનાર પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનમાં ધોરણ ૬,૭ અને ૮(પ્રાથમિક) તેમજ ધોરણ ૯ અને ૧૦(માધ્યમિક) માં અભ્યાસ કરતા બાળકો ભાગ લઈ શકશે. આયોજન નો મુખ્ય હેતુ મોરબી મહાનગરપાલિકા જ્યારે એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે આવનાર સમયમાં મોરબી નું ભવિષ્ય જેમના હાથોમાં છે તેવા બાળકો કઈ પ્રકારનું મોરબી ઇચ્છી રહ્યા છે તેને ઉજાગર કરવાનો છે.

- Advertisement -
- Advertisement -

આ વકતૃત્વ સ્પર્ધાનો વિષય રહેશે “મારા સપનાનું મોરબી” જેમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે તદુપરાંત પ્રાથમિક વિભાગ અને માધ્યમિક વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકને પ્રમાણપત્ર સાથે શિલ્ડ અને ઇનામ પણ આપવામાં આવશે.

મોરબી શહેરના ધોરણ 6 થી 10 સુધીના વિદ્યાર્થીઓ આ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ શકશે જેના માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે… નોંધણી માટે નીચેની લીંક પર ક્લિક કરી વિગત ભરી શકાશે.

https://forms.gle/nWWgXo9mufUaRtqg9

આ વકતૃત્વ સ્પર્ધા આગામી તારીખ 28 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 10:00 કલાકે સરદારબાગ, શાનાળા રોડ મોરબી ખાતે યોજાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!