હળવદ પંથકના કિશોરભાઈ એરવડિયાએ હરિદ્વાર ખાતે આવેલ વિશ્વ વિખ્યાત પતંજલિ યોગ ગ્રામ ખાતે યોગ ગુરુ રામદેવ બાબા સાથે મુલાકાત કરી હળવદ પંથકનું ગૌરવ વધાર્યું છે. તેમને બાબા રામદેવ સાથે ૧૦ મિનિટ સુધી ગુજરાતીમાં વાતો કરી હતી. જેઓએ અત્યાર સુધી ૫૪ વખત રકતદાન કર્યું છે.તેમજ મૃત્યુ બાદ દેહદાન નો પણ સંકલ્પ કર્યો છે.જેઓ ૬૧ વર્ષે પણ યુવાનોને સરમાવે તેવી તંદુરસ્તી ધરાવે છે. અને યુવાનોને નિશુલ્ક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા આપે છે.
હળવદના આલાપ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ છગનભાઈ એરવાડીયા હાલ હરિદ્વાર ખાતે આવેલ વિશ્વ વિખ્યાત પતંજલિ યોગ ગ્રામ ખાતે યોગ ગુરુ પૂજ્ય રામદેવ બાબા સાથે મુલાકાત કરી છે. જેમાં અંદાજે ૧૦ મિનિટ સુધી ગુજરાતીમાં વાતો કરી હતી. કિશોરભાઈએ હળવદ ગામનો ઉલ્લેખ કરી હળવદ પંથકનુંનું ગૌરવ વધાર્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે કિશોરભાઈએ અત્યાર સુધી ૫૪ વખત રક્તદાન કર્યું છે અને સાથે પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાનો સંકલ્પ પણ કર્યો છે. તેમજ અત્યાર સુધીમાં ૧૦૦ થી પણ વધુ દર્દીઓને આયુર્વેદ ઉપચાર અને યોગ પ્રાણાયામ શીખવી તેમને સ્વસ્થ કરી અને તેમના જીવનમાં અજવાળા કરવામાં કિશોરભાઈ નિમિત્ત બન્યા છે. પેઢી દર પેઢીથી સુખી સંપન્ન હોવા છતાં પરોપકારની ભાવના તેમનામાં અકબંધ છે. હાલ તેમનો દીકરો વિદેશમાં છે. ત્યારે તેઓ નિરાભિમાની જીવન જીવી અન્ય માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. સાથે જ કિશોરભાઈ ૭ વખત છપૈયા ધામ પગપાળા ચાલીને ગયા છે જે હળવદ થી ૧૬૦૦ કિલો મીટરથી પણ વધુ દૂર થાય છે. તેમજ અનેક વખત દ્વારિકા અને બહુચરાજી પણ પગપાળા ચાલીને ગયા છે. કચ્છ ખાતે આવેલ આશાપુરા માતાજીએ પણ અનેક વખત સાયકલ યાત્રા કરી છે કિશોરભાઈ એરવાડીયા ૬૧ વર્ષે પણ યુવાનોને સરમાવે તેવી તંદુરસ્તી ધરાવે છે. અને અનેક લોકોને નિઃશુલ્ક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યારે હાલ યોગ ગુરુ બાબા રામદેવજી સાથે વાર્તાલાપ કરી સમગ્ર હળવદ પંથકનું ગૌરવ વધાર્યું છે.