Friday, May 3, 2024
HomeGujaratપ્રધાનમંત્રી મોદીના સ્વ. માતા હીરાબાની સ્મશાન યાત્રામાં જોડાયા બ્રિજેશ મેરજા

પ્રધાનમંત્રી મોદીના સ્વ. માતા હીરાબાની સ્મશાન યાત્રામાં જોડાયા બ્રિજેશ મેરજા

વડાપ્રધાન મોદીનાં માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે ગાંધીનગર ખાતે તેમની સ્મશાન યાત્રામાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા અને ભાવભીની ભાવાંજલી અર્પણ કરી હતી.

- Advertisement -
- Advertisement -

બ્રિજેશ મેરજા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સદ્દગતના ગાંધીનગરમાં અગ્નિ સંસ્કારમાં ઉપસ્થિત આદરણીય પ્રાધાનમંત્રી મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મંત્રી મંડળના સભ્યો, જાહેર આગેવાનો સાથે બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત રહી સદ્દગત હીરાબાના સ્મરણો વાગોળ્યા હતા. હીરાબાના પુત્ર પંકજભાઈ મોદી સાથે વર્ષોથી અંગત મિત્રતાને કારણે બ્રિજેશ મેરજા વડનગર તેમજ રાયસણ સ્થિત તેમના નિવાસ સ્થાને અનેક વખત હીરાબાને મળીને તેમના આર્શિવાદનો લ્હાવો પણ લીધો હતો. પ્રધાનમંત્રી મોદીના પરિવાર પરત્વે સંવેદના વ્યક્ત કરતાં પૂર્વ મંત્રીએ જણાવ્યુ હતું કે, હીરાબાએ નરેન્દ્રભાઈના ઉછેરમાં રાષ્ટ્ર ભાવનાનાં સંસ્કારના બીજ રોપ્યા હતા. જે મોદી સાહેબે દૈદીપ્યમાન કરી દેશના રાહબર તરીકે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ માતાના આ સુસંસ્કારોને ચરિતાર્થ કરી રહ્યા છે. આમ, હીરાબા એક ગ્રામ્ય માતા તરીકે ૧૦૦ વર્ષ જેટલું દીર્ઘાયુ ભોગવીને દેવલોક પામ્યા છે. ત્યારે બ્રિજેશ મેરજા સ્મશાનમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી તેમના આત્માને ચિરહ શાંતિ અર્પે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી છે તેમજ તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!