વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જુલતાપુલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી બીજા પામેલ દર્દીઓને સહાનુભૂતિ આપી. બાદ જિલ્લા સેવા સદન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
જુલતા પુલ ની ગોઝારી ઘટનામાં ઘણા ૧૩૪ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે ઘણા લોકો ઇજા પામ્યા છે ત્યારે આ ઘટનાનું અવલોકન કરવા માટે તેમજ મૃતકોના પરિવારને સહાનુભૂતિ આપવા માટે નરેન્દ્ર મોદી આજરોજ મોરબી ખાતે પહોંચ્યા હતા.
સામા કાંઠા વિસ્તારમાં આવેલ હેલીપેડ ખાતેથી મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જુલતા પુલ ખાતે સ્થળ મુલાકાત પર આવ્યા હતા ત્યારે તેમની સાથે ગૃહ મંત્રી હર્ષ સંઘવી રહ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવી એ સમગ્ર ઘટના ની માહિતી મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને આપી હતી.અને ઝૂલતા પુલ ની બાજુમાં આવેલ દરબાર ગઢમાં ભાજપ આગેવાનો, ફાયર વિભાગના કર્મચારીઓ, સામાજિક આગેવાનો, સિરામિક ઉદ્યોગકારો તેમજ બચાવ કર્મીઓ સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત નગરપાલિકા ના અધિકારીઓ અને પદાધિકારીઓને પણ મળ્યા હતા.
ઘટના સ્થળ પર મુલાકાત કર્યા બાદ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલ પર પહોંચ્યા બાદ હોસ્પિટલમાં દાખલ ઘટનામાં ઇજા પામેલ તમામને મળી તેમને સહાનુભૂતિ પાઠવી હતી.
બાદ સિવિલ હોસ્પિટલ થી મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી જિલ્લા સેવા સદન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવાના હોય છે માટે રવાના થયા હોય. ત્યારે આ સમગ્ર અવલોકન કાર્ય દરમિયાન મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, સી આર પાટીલ સાહેબ ની ટીમ સહિતના હાજર રહ્યા હતા અને ત્યાંથી વડાપ્રધાન મોદી પરત જવા રવાના થયા હતા.