Friday, January 3, 2025
HomeGujaratઆયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે "પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન"ની કામગીરી હાથ...

આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે “પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન”ની કામગીરી હાથ ધરાઈ

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દેશને ટી. બી. મુક્ત કરવા માટે ૧૦૦ દિવસનું.અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આયુષ્ય માન આરોગ્ય મંદિર પાનેલી દ્વારા પ્રધાનમંત્રી ટી.બી.મુક્ત ભારત અભિયાન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. ગામમાં ટી.બી.ના દર્દીઓને શોધી તેમને ફ્રીમાં દવા આપવાની કામગીરી કરાઈ હતી. તેમજ ૬૦ થી વધુ ઉંમરના લોકોને જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે લઇ જઇ યોગ્ય નિદાન કરવાની કામગીરી હાથ ધરી હતી…

- Advertisement -
- Advertisement -

“સર્વજન સુખાય, સર્વજન હિતાય”ના મંત્રને અદમ્ય વેગ આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “પ્રધાનમંત્રી ટી.બી. મુક્ત ભારત અભિયાન” અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નું ટી.બી. મુક્ત ભારત માટેનું ૧૦૦ દિવસનું અભિયાન ચલાવી રહ્યા છે. મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્ષય અધિકારી ડો. ડી.ડી. અજાણાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિયા અને સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલીના કર્મચારીઓ દિલીપ દલસાણીયા, સી.એચ.ઓ. ખુશબુ પટેલ અને ગામના આશા વર્કર બહેનો દ્વારા રાષ્ટ્રીય ટી.બી.અભિયાન અંતર્ગત ટી.બી.ના દર્દીઓને શોધી તેમને ફ્રીમાં દવા પુરી પાડવાની કામગીરી કરાઈ હતી. જેના અંતર્ગત ગામના લોકોને ટી.બી. વિશે યોગ્ય મહિતી આપી લક્ષણ ધરાવતા લોકોના સ્ફૂટમ તપાસ કરી તેમજ ખાસ ગામના ૬૦ વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતા વડીલોને જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે લઈ જઈ તેમના એક્સ રે કરાવી તેમનું નિદાન વધુ યોગ્ય રીતે થાય તેવી કામગીરી કરવામાં આવી હતી….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!