લીટલ કિંગ અને લિટલ ક્વીનને સાયકલ અને ગિફ્ટ હેમ્પર, તેમજ યંગ કિંગ અને ક્વીનને ઇલેક્ટ્રિક બાઇક ઇનામ સ્વરૂપે અપાયા
મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે આયોજીત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ દરરોજ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા છે. ત્યારે ગઈકાલે અંતિમ દિવસે મેગા ફાઈનલ રાઉન્ડ યોજાયો હતો. જે વહેલી સવાર સુધી ચાલ્યો હતો. તેમજ વિજેતા ખેલૈયાઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા.
રવાપર-ઘુનડા રોડ ઉપર પ્લેટીનિયમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ નક્કી કરાયેલ કેટેગરી જેમાં લિટલ કિંગ, લિટલ ક્વીન, યંગ કિંગ અને યંગ ક્વીન એમ ચાર વિભાગમાં વિજેતા થયેલા ખેલૈયાઓને ઇનામો આપવામાં આવ્યા હતાં. લીટલ કિંગ અને લિટલ ક્વીનને સાયકલ અને ગિફ્ટ હેમ્પર, તેમજ યંગ કિંગ અને ક્વીનને ઇલેક્ટ્રિક બાઇક આપવામાં આવ્યા હતા.
લીટલ કિંગ તરીકે ભવ્ય કિશોરભાઈ બોપલિયા, લીટલ ક્વિન તરીકે પ્રિયાંશી રાજનભાઈ પરમાર, યંગ કિંગ તરીકે પાર્થ હિતેશભાઈ પાટડીયા તેમજ યંગ ક્વીન તરીકે અર્ચિતા હિતેશભાઈ પાટડીયાને ઇનામો આપી સન્માનિત કરવા આવ્યા હતાં. સમગ્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓનો ઉત્સાહ આસમાને રહ્યો હતો.