મોરબીના આમરણ નજીક મહેસાણાથી દ્વારકા પૂનમ દર્શન માટે જતી ખાનગી બસ પલટી ખાઈ જતા ૧૬ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં ૪૦ થી વધુ લોકો સવાર હતા, જેઓ યાત્રા માટે નીકળ્યા હતા. અકસ્માત સર્જાયા બાદ બસનો ડ્રાઈવર સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, જ્યારે અન્ય મુસાફરોને બીજા વાહન મારફતે રવાના કરવામાં આવ્યા હતા.
મોરબીના આમરણ નજીક મહેસાણા અને પાટણ જીલ્લાના યાત્રાળુઓ ભરેલ ખાનગી બસ કોઈ કારણોસર પલટી મારી ગયી હતી. મહેસાણા થી દ્વારકા દર્શન માટે ખાનગી બસ રવાના થઈ હતી ત્યારે મોરબીના આમરણ નજીક આ બસને અકસ્માત નડ્યો હતો. મળતી વિગતો મુજબ, મહેસાણા જીલ્લાના યાત્રીઓ ભરેલી ખાનગી બસ આજે વહેલી સવારે દ્વારકા તરફ જઈ રહી હતી, ત્યારે મોરબીના આમરણ નજીક ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો અને બસ પલટી ખાઈ ગઈ હતી. જેમાં ૧૬ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બસ પલટી ખાઈ જતાં બસમાં મુસાફરોમાં અફરાતફરી મચી ગયી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી અને તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમને પ્રાથમિક સારવાર અપાઈ રહી છે. અકસ્માતની ઘટના બાદ બસનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.
આ સાથે અકસ્માતગ્રસ્ત ખાનગી બસમાં ઇજાગ્રસ્તોની યાદી
ભીખીબેન બાબુલાલ દેસાઈ (ઉવ.55 મહેસાણા), ઉર્વશીબેન નાનજીભાઈ દેસાઈ (ઉવ.55 મહેસાણા), તળીબેન નાગજીભાઈ દેસાઈ, અમીષાબેન જયરામભાઈ, જીવતબેન વાઘુભાઈ (ઉવ.50 મહેસાણા), પરેશકુમાર નારણભાઈ દેસાઈ (ઉવ.36 મહેસાણા), પ્રેમીલાબેન મુકેશભાઈ પટેલ (ઉવ.48 ઊંઝા), ગંગાબેન રમેશભાઈ રબારી (ઉવ.50), મમતાબેન જયેશભાઈ પટેલ (પાટણ), પ્રતીક્ષાબેન હિતરકુમાર પટેલ, સુનીતાબેન પ્રકાશભાઈ પટેલ (ઉવ.54 પાટણ), ગીતાબેન વિષ્ણુભાઈ રબારી (ખેરવા), શંભુભાઈ ઈશ્વરભાઈ રબારી (ઉવ.52 પાટણ), કૃષ્ણા મફતલાલ રબારી (ઉવ.50 ખેરવા), ચંપાબેન કાનજીભાઈ રબારી (ઉવ.40 ખેરવા), પૂજાબેન શંભુભાઈ રબારી (ઉવ.50 પાટણ)નો સમાવેશ થયો છે.