Tuesday, April 23, 2024
HomeGujaratઆઈએમએ મોરબી તથા એમઓએચએસ દ્વારા મહિલા દિવસ નિમિતે યોજાયેલી નિબંધ-વાર્તા સ્પર્ધાના વિજેતાઓને...

આઈએમએ મોરબી તથા એમઓએચએસ દ્વારા મહિલા દિવસ નિમિતે યોજાયેલી નિબંધ-વાર્તા સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે MOHS તથા IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) દ્વારા આયોજિત નિબંધ તથા વાર્તા લેખન સ્પર્ધાનો ઈનામ વિતરણ સમારોહ ગઇકાલે તા. ૧ જુલાઈના રોજ IMA હોલ, રવાપર રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. બંને સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય અને બે આશ્વાસન ઈનામ જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ વિજેતાઓને ઈનામ, સર્ટિફિકેટ તથા પુસ્તકોનો સેટ ભેટ આપવામાં આવેલ હતા. અને સ્પર્ધામાં ભાગ લેનાર મહિલાઓને ઇ-સર્ટિફિકેટ આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે દિપાલીબેન આડેસરા, બીજા ક્રમે ઘોડાસરા નીલમ, ત્રીજા ક્રમે નિકીતાબેન મુંદડિયા અને આશ્વાસન ઇનામ બદ્રકિયા ભાવિશા અને લીખિયા મીનાબેને પ્રાપ્ત કર્યું હતું તેમજ વાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમે કાજલબેન ત્રિવેદી, બીજા ક્રમે શિશંગિયા શીતલ, ત્રીજા ક્રમે નિરાલી રૈયાણી અને આશ્વાસન ઇનામ કસુન્દ્રા ડિમ્પલ તથા મહેશ્વરીબેન અંતાણીએ પ્રાપ્ત કર્યા હતા. આ તકે MOHS તથા IMAના હોદેદારો તથા નિર્ણાયકો તેમજ ડો. વિજય ગઢિયા (પ્રમુખ, આઇ.એમ.એ., મોરબી) તથા ડો. દિપક અઘારા (સેક્રેટરી, આઇ.એમ.એ., મોરબી) હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!