મોરબી જિલ્લા પોલીસ દ્વારા નવા કાયદાની લોકોને સમજ આપવા માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ચિત્ર, ઓડિયો અને વીડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણેય સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે સંગીતા હડિયલ, બીજા નંબરે હેત્વી ડઢાણીયા અને ત્રીજા નંબરે નેન્સી ભોરણીયા અને અશોક પરમાર વિજેતા બન્યા હતા. જેમને ઈનામ તરીકે રોકડ પુરષ્કાર આપી સન્માનિત કરાયા હતા.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા નવા ત્રણ કાયદાની લોકોમાં સમજ આવે તે માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓડિયો, વિડીયો અને ચિત્ર દ્વારા નવા કાયદાની સમજ આપવાની હતી. જેમાં વિજેતાઓ માટે રોકડ ઈનામ રાખવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે સંગીતા હડિયલ, બીજા નંબરે હેત્વી ડઢાણીયા અને ત્રીજા નંબરે નેન્સી ભોરણીયા અને અશોક પરમાર વિજેતા બન્યા હતા. ઓડિયો સ્પર્ધામાં પ્રથમ નંબરે અવની વાઢેર, બીજા નંબરે ડૉ. ફેની સુચક અને ત્રીજા નંબરે નંદિની સોની વિજેતા રહ્યા હતા. વીડિયો સ્પર્ધામાં પ્રથમ નંબરે સાક્ષી કોઠારી, બીજા નંબરે ભાવિકા પારેખ અને ત્રીજા નંબરે મિતેશ દવે વિજેતા રહ્યા હતા. વિજેતાઓને ૨ હજારથી લઈ ૨૦ હજાર સુધીના રોકડ ઈનામો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત તા.૨૭/૦૬/૨૦૨૫ ના પોલીસ અધીક્ષકની કચેરી ક્રાઇમ કોન્ફરન્સ હોલ ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા તમામ વિજેતાઓને બોલાવી પોલીસ અધીક્ષક મોરબી રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધીક્ષક મુખ્ય મથક વી.બી.દલવાડી, તેમજ રિઝર્વ પોલીસ ઇન્સપેકટર એસ.એમ.ચૌહાણ ઉપસ્થિત રહી હાજર રહેલ જેમાં તમામ વિજેતાઓને પોલીસ અધીક્ષક મોરબી દ્વારા પ્રમાણપત્ર અને રોકડ રકમ ઇનામ સ્વરૂપે આપી હતી. તેમજ હાજર રહેલ તમામ વિજેતાઓ સાથે ભવિષ્યમાં જન જાગૃતી માટે અન્ય શુ કાર્યક્રમો થઈ શકે તે બાબતે તમામના પ્રતીભાવો લેવામા આવ્યા હતા