Sunday, February 23, 2025
HomeGujaratમોરબી ઇન્ડીયન લાયોનેસ ક્લબ આયોજિત ઓપન મોરબી કરાઓકે અને દેશભક્તિ હરીફાઈમાં વિજેતાને...

મોરબી ઇન્ડીયન લાયોનેસ ક્લબ આયોજિત ઓપન મોરબી કરાઓકે અને દેશભક્તિ હરીફાઈમાં વિજેતાને પુરસ્કાર અર્પણ કરાયા

Indian Lioness club મોરબી દ્વારા ૧૪ ફેબ્રુઆરીએ ભારત માતા પૂજન અને ઓપન મોરબી કરાઓકે દેશભક્તિ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હરિફાઈમાં ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકોએ ભાગ લઈ પોતાનો દેશ પ્રેમ દેખાડ્યો હતો.જેમાં વિજેતાને આર્થિક પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

Indian lioness club મોરબી દ્વારા ૧૪ ફેબ્રુઆરીએ ભારત માતા પૂજન અને ઓપન મોરબી કરાઓકે દેશભક્તિ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હરીફાઈમાં ખૂબ મોટી સંખ્યામાં મોરબીના ભાઈઓ, બહેનો અને બાળકોએ ભાગ લઈ પોતાનો દેશ પ્રેમ દેખાડ્યો હતો. જજ તરીકે કૌશિકાબેન રાવલ અને મકબુલ સર વાલેરાએ સેવા આપી હતી. મોરબી શહેરના અગ્રણીઓ જયરાજસિંહ જાડેજા, હંસાબેન પારગી હરીફાઈમાં ઉપસ્થિત રહયા હતા. આ હરીફાઈ માટે દેવેનભાઈ રબારી, દિલીપભાઈ અગેચાણીયા, નિરવભાઈ રાવલ, સુનિતાબેન દોશી, ઇલાબેન દોશી અને સાધનાબેન ઘોડાસરાએ પોતાનો આર્થિક સહયોગ આપ્યો હતો. આ હરીફાઈમાં જેટલા પણ સ્પર્ધકોએ ભાગ લીધો હતો એમને નેશનલ સિક્રેટરી શોભનાબા ઝાલા તરફથી શ્યોર ગીફ્ટ પણ આપવામાં આવી હતી. અને હરીફાઈમાં વિજેતા થયેલા વિજેતાઓને ક્લબ દ્વારા રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા અને સેક્રેટરી પ્રીતિબેન દેસાઈએ મોરબીના દરેક નાગરિકો, મહેમાનો અને ક્લબ મેમ્બર્સનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!