ગુજરાત હાઇકોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સતા મંડળ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. અત્યારે અનેક લોકો કાયદાને લઈને અવેર નથી હોતા જેથી હવે તેમનામાં જાગૃતિ લાવવા માટે એક પહેલ કરવામાં આવે છે. જે અંતર્ગત આજ રોજ રાજ્ય કાનુની સેવા સતા મંડળ ની લીગલ અવેરનેસ વાન દ્વારા માળીયા મિયાણા તાલુકાના જુદા જુદા અંતરીયાળ ગામોમાં કાનુની સહાય અને અવેરનેસ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 
ગઈકાલે તા.૩૦/૦૧/૨૦૨૬ ના રોજ ગુજરાત હાઇકોર્ટ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સતા મંડળ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ માળીયા મિયાણા તાલુકાના જુદા-જુદા અંતરીયાળ ગામોમાં રાજ્ય કાનુની સેવા સતા મંડળની લીગલ અવેરનેસ વાન દ્વારા કાનુની સહાય અને અવેરનેસ અંતર્ગત કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં રાજ્ય કાનુની સેવા સતા મંડળના ડી.વાય.એસ.ઓ. અલ્પેશભાઈ ત્રિવેદી તથા જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી ડી.એ.પારેખ તથા માળીયા મિયાણા તાલુકા કાનુની સેવા સમિતિના સેક્રેટરી એચ.વી. ગોહિલ તેમજ પેનલ એડવોકેટ અમીરદાન ગઢવી તેમજ પ્રકાશભાઈ વ્યાસ અને પી.એલ.વી. અબ્બાસભાઈ જામ અને ચેતનાબેન અને સાયરાબાનું હાજર રહ્યા હતા અને જુદા જુદા વિષયો જેવા કે બાળ વિવાહ પ્રતિબંધ, સાયબર ફ્રોડ અવેરનેશ તેમજ મફત કાનુની સહાય અને પોકસો એકટ સમજુતી જેવા વિષયો પર અવેરનેશ કાર્યક્રમો યોજાયા હતા.









