Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી RTO કચેરી આસપાસ અનઅધિકૃત વ્યકિતઓને પ્રવેશ ન કરવા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું...

મોરબી RTO કચેરી આસપાસ અનઅધિકૃત વ્યકિતઓને પ્રવેશ ન કરવા પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ, એજન્ટ પ્રથા તોડવા મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટનું પગલું

મોરબી જિલ્લા આરટીઓ કચેરી અને આસપાસના વિસ્તારમાં એજન્ટ, બિનઅધિકૃત ઈસમોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મોરબી જિલ્લા આરટીઓ કચેરીમાં તારીખ ૦૧/૦૭/૧૯૮૯ થી એજન્ટ પ્રથા અમલમાં નથી. જો કે કોઈકવાર બિન અધિકૃત ઈસમો દ્વારા અત્રેની કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ આચરવામાં આવી રહી છે. તેથી તેવી પ્રવૃત્તિઓને રોકવા, લોકોના નાણાંનો ખોટી રીતે વ્યય ન થાય, સરકારના નિયમોનું વ્યવસ્થિત પાલન થાય અને કચેરીની કામગીરી ઝડપથી આગળ વધે તે માટે બિન અધિકૃત વ્યક્તિઓની મોરબી જિલ્લા આરટીઓ કચેરી અને તેના આસપાસના વિસ્તારોમાં અવર જવર કરવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામુ મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે…

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા આરટીઓ કચેરી ખાતે આસપાસની વિસ્તારમાં એજન્ટ કે બિન અધિકૃત ઇસમોને અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા વાંકાનેર મોરબી નેશનલ હાઇવે જાંબુડીયા ખાતે સ્થિત સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી તેમજ કમ્પાઉન્ડમાં કચેરીમાં કામ કરતા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પોતાના સરકારી કામ માટે આવેલા હોય, વ્યાજબી કામ સબબ આવેલા અરજદારો તથા નાગરિકો સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ, વ્યક્તિઓના ટોળાઓને આ કચેરી અને આસપાસના વિસ્તારમાં પ્રવેશ કરવા પર અટકાવવા, ઊભા રહેવા અને અત્રે જણાવેલ તમામ બાબતો અનુસાર ગેરકાયદેસર કામગીરી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આગામી તા. ૨૪/૦૧/૨૦૨૫ સુધીનું જાહેરનામુ બહાર પાડયું છે જે અમલમાં રહેશે. જે હુકમનો ભંગ કરનારી વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે અને કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવશે….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!