Wednesday, January 8, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર...

મોરબી જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારે તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામા દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

- Advertisement -
- Advertisement -

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યાં પ્રમાણે હોળી તથા ધૂળેટીના તહેવારોમાં યુવાનો અને બાળકો જાહેર રસ્તાઓ ઉપર તથા શેરીઓમાં/ગલીઓમાં દોડાદોડી કરી જાહેરમાં ચાલતા ટ્રાફીકને અડચણરૂપ બને છે. જે અટકાવવાનું ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત જાહેર સુલેહ અને સલામતી જાળવવા તથા કોમી એખલાસ જળવાઇ રહે તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે માટે કોઇ પણ ઇસમ અથવા ઇસમોએ જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાવડર) અથવા રંગ મિશ્રિત પાણી અથવા તેવા કોઇપણ પ્રકારના પ્રવાહીઓ ફેકવા ઉપર અને તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવા પર પોતાના હાથમાં રાખવા પર તથા ખુલ્લા વાહોનોમાં સ્વાસ્થ્યને નુકસાનકારક પ્રવાહી લઇ જવા પર તથા આકસ્મિક બનાવ ન બનવા પામે કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર કે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત કે કોઇને ઇજા કે હાની થાય તેવી કોઇ પણ પ્રવૃત્તિથી ટ્રાફીકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અડચણ કરવા ઉપર પ્રતિબંધ મુકવાની આવશ્યકતા જણાય છે.

જેને ધ્યાને લઇ તા. ૦૭/૦૩/૨૦૨૩ ના કલાક ૦૦-૦૦ થી તા. ૦૮/૦૩/૨૦૨૩ ના કલાક ૨૪-૦૦ સુધી કોઇપણ ઇસમ અથવા ઇસમોને જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ (પાવડર) અથવા રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગા જેવી વસ્તુઓ અથવા તેવા કોઇપણ પ્રકાર પ્રવાહિઓ રાહદારીઓ કે વાહન ચાલકો ઉપર ફેકવા પર તથા તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવા પર કે પોતાના હાથમાં રાખવા પર તથા જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત કે કોઇને ઇજા કે હાની થાય તેવી કોઇ પણ પ્રવૃત્તિથી ટ્રાફીકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અવરોધ કરવા પર તેમજ અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!