જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું બહાર પડાયું
હળવદ તાલુકાના ટીકર ગામેથી પસાર થતી ટીકર નદીમાંથી રેતી ભરી મોટા વાહનો માળીયા શાખા નહેરની સા.૭૦.૦૦ કિ.મી. ૧૩૭.૯૩ કિ.મી. શાખા નહેરના રોડનો ઉપયોગ કરી ટીકર તરફ જતા હોવાથી નહેરના પાળાને નુકશાન થવાથી તેમજ ગંભીર અકસ્માત થવાની સંભાવના ને ધ્યાને લઈ મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી.પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જાહેરનામા અનુસાર માળીયા શાખા નહેરનો સા.૭૦.૦૦ કિલોમીટર થી ૧૩૭.૯૩ કિલોમીટર આવેલ સર્વિસ રોડ ઉપર થી ભારે વાહનોના અવર-જવર પર તા.૦૩/૦૫/૨૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામા નો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.