Wednesday, November 27, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં ચાર કરતા વધારે વ્યક્તિઓને એકત્રિત થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લામાં ચાર કરતા વધારે વ્યક્તિઓને એકત્રિત થવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લાની ગ્રામપંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી મુક્ત – ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને લાગુ મત વિસ્તારમાં સુલેહ-શાંતિ તથા કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને મતદારો પોતાનો મત મુક્ત અને નિર્ભય રીતે આપી શકે તે માટે મોરબીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે આગામી તા.૨૪-૧૨-૨૦૨૧ સુધીના સમયગાળા દરમિયાન ગ્રામપંચાયત મતદાન વિસ્તારમાં અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધારે વ્યક્તિઓને એકત્રિત ન થવા તથા કોઈ સભા ન ભરવા કે સરઘસ ન કાઢવા હુકમ કર્યો છે. આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ચૂંટણી સભા સરઘસનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબમાં ઉમેરવાનો રહેશે. આ હુકમ ફરજ પર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને તથા કોઈ સ્મશાન યાત્રાને લાગુ પડશે નહી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!