તાજેતરમાં રાજ્યમાં યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોરબી જિલ્લાની જેતપર સીટ હેઠળની વધુને વધુ ગ્રામ પંચાયતની સીટ સમરસ જાહેર થાય અને ગામમાં સંપ, સુખ જળવાઈ રહે તેવા ઉમદા આશયથી મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા સમરસ ગામના એક લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી જેના ફળસ્વરૂપે જેતપર સીટ હેઠળની 16 ગ્રામ પંચાયત સમરસ થઈ હતી ત્યારે અજયભાઈ લોરીયાએ તમામ સરપંચને એક એક લખનો ચેક આપી પોતાનું વચન નિભાવ્યું હતું.
અજય ભાઈ લોરિયા દ્વારા રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, બાબુભાઇ હુંબલ, તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઈ ગળચર, જીલ્લા પંચાયત ચેરમેન હીરાભાઈ ટમારિયા, પ્રવીણભાઈ સોનગ્રા, અશોકભાઈ ચાવડા, વિશાલભાઈ ઘોડાસરા, રાકેશભાઈ કાવર, અશોકભાઈ દેસાઈ, સદસ્ય રવજીભાઈ, મેરાભાઈ તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં સમરસ થનાર16 ગામોને એક એક લાખની ભેટ આપી હતી. આ તકે ઉપસ્થિત આગેવાનોએ અજયભાઈ લોરીયાની આ પહેલના મુક્ત મને વખાણ કરી આવકારી હતી.