મોરબી જિલ્લામાં ગુજસીટોક ઉપરાંત અલગ અલગ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી આરીફ મીર અને ઇમરાન ચાનીયા નામના આરોપીની મિલકત સિલ કરવા ગૃહ વિભાગ દ્વારા આદેશ કરવા આવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા આરોપીઓની અલગ અલગ મિલકત સિલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મોરબીમાં હિસ્ટ્રીશીટરની મિલકતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અસંખ્ય ગુનાસંડોવાયેલા કૃખ્યાત આરીફ મીર અને ઇમરાન ચાનીયાની મિલકત સિલ કરવા ગૃહ વિભાગ દ્વારા આદેશ કરવા આવ્યો હતો. જેને લઇ પોલીસે મિલકત સિલ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. તેમજ કુખ્યાત આરીફ મીર પર મોરબી જિલ્લા પોલીસે એક લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુખ્યાત આરીફને ૨૦૧૧ ના રજ્યસેવક પર હુમલાના ગુનામાં સજા પણ પડેલ છે અને હાલમાં તે ફરાર છે