મોરબીમાં દિન પ્રતિદિન ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે હવે તસ્કરોએ મોરબી જીલ્લા મહીલા સહકારી દુધ ઉત્પાદક સંઘ લીમીટેડ (મયુર ડેરી)ને નિશાનો બનાવ્યો હતો, અને મયુર ડેરીની ઓફિસના કબાટના લોક તોડી તેમાં રહેલ ચાંદીના સિક્કા અને રોકડ સહિત ત્રણ લાખથી વધુની માલમત્તા ની ચોરી કરી ફરાર થયા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં વાપર રેસીડન્સી ગંગા એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૩૦૧ ખાતે રહેતા તેજશભાઈ ભુપેદ્રભાઈ સોની કે જે મોરબી જીલ્લા મહીલા સહકારી દુધ ઉત્પાદક સંઘ લીમીટેડ (મયુર ડેરી)ના ઈન્ચાર્જ મેનેજીંગ ડાયરેક્ટર છે. તેઓની મયુર ડેરીમાં અજાણ્યા ચોર ઈસમએ ત્રાટકી ડેરીની ઓફીસમા ગેરકાયદેસર પ્રવેશ કરી ઓફીસમા કબાટના લોક તોડી તેમા રાખેલ રોકડા રૂ,૨,૯૫,૨૬૩/- તથા ચાંદીના ૧૧ સીક્કા જેની કુલ કિંમત રૂ,૨૭૫૦૦/- મળી કુલ રૂ.૩,૨૨,૭૬૩/-ની ચોરી કરી લઇ જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.