Friday, October 4, 2024
HomeGujaratમોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ.૧.૬૭ લાખના માલમત્તાની ચોરી

મોરબીમાં રહેણાંક મકાનમાંથી રૂ.૧.૬૭ લાખના માલમત્તાની ચોરી

પરિવાર ઉપરના માળે સુવા ગયોને તસ્કરો નીચેના માળે દરવાજાના લોક તોડી સોના ચાંદીના દાગીનાની તસ્કરી કરી પલાયન

- Advertisement -
- Advertisement -

મોરબીના વીસીપરા વિસ્તારમાં લાયન્સનગર નવલખી રોડ ઉપર રહેતો પરિવાર રાત્રીના સમયે રહેણાંક મકાનમાં ઉપરના માળે સુવા ચાલ્યો ગયો હતો. ત્યારે નીચેના માળે દરવાજાના લોક તોડી કોઈ અજાણ્યા તસ્કરો ઘરમાં પ્રવેશ કરી તિજોરીના લોક તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ.૧.૬૭ લાખની માલમત્તા ઉસેડી લઇ અજાણ્યા ચોર ઈસમો પલાયન થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ લાયન્સનગર નવલખી રોડ ઉપર રહેતા જયેશભાઇ દલપતભાઇ પરમાર ઉવ ૩૮ ગત તા.૧૯ જૂનના રોજ રાત્રીના જમીને પરિવાર સાથે મકાનના નીચેના રૂમના દરવાજાને તાળું મારી ઉપરના માળે સુવા ચાલ્યા ગયા હતા ત્યારે પાછળથી તેમના ઘરમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. ત્યારે રાત્રીના આશરે ૨ વાગ્યાથી ૬:૩૦ના સમયગાળા દરમિયાન નીચેના દરવાજાને મરેલ તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ તિજોરીના લોક તોડી જૂના સોનાના દાગીના તેમજ ચાંદીના દાગીના અને મકાન માલિક જયેશભાઈનું પાકીટ તથા પાકીટમાં રાખેલ જરૂરી આઇડી કાર્ડ અને ૮૦૦ રૂપિયા રોકડા સહિત કુલ રૂપિયા ૧,૬૭,૩૦૦/- ની માલમત્તાનો સફાયો કરી અજાણ્યા તસ્કરો ચાલ્યા ગયા હતા. ચોરીના બનાવ બાદ ભોગ બનનાર જયેશભાઈ દ્વારા મોરબી સીટી બી ડિવિઝનમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!