મોરબીના રવાપર ગામે આવેલા ક્રિષ્ના સ્કૂલ પાછળ એપાર્ટમેન્ટમાં લાખ રૂપિયા ના સોના ચાંદીના દાગીના ની ચોરી થઈ ત્યારે આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી વધુ માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવતા રવાપર ઘુંનડા રોડ પર રહેતા ડોક્ટર અલ્કેશ નારણભાઈ પારેજીયા કે જે રવાપર ઘુનડા રોડ પર આવેલ ક્રિષ્ના સ્કૂલની સામે વેલકમ પ્રાઈડ એપાર્ટમેન્ટ ના બ્લોક નંબર C-901 માં રહે છે જેમને એડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે કામ કરતા જૈનાદ લુવાર અને અન્ય બે આરોપીઓ વરિયાદીના રહેણાંક મકાનમાં ઉપરના ટેરેસના પાછળના દરવાજાના એલ્યુમિનિયમની બારીક ખોલી ગેરકાયદા પ્રવેશ કરી તથા ઉપરના રૂમના કબાટના લોકર તોડી ગેસ્ટ રૂમમાં રાખેલ રોકડા રૂપિયા ૧,૮૦,૦૦૦/- તથા દીકરી ના ગલ્લાના રૂપિયા ૧૦૦૦૦/- તથા ફરિયાદીની રોઝ ગોલ્ડ સોનાની લકી ત્રણ તોલા ૯૦૦૦૦/- તથા રોઝ ગોલ્ડ સોનાનો ચેન કિંમત રૂપિયા ૧,૨૦,૦૦૦/- તથા સોનાની વીંટી પાંચ ગ્રામ કિંમત રૂપિયા ૧૫૦૦૦/-, સોનાનો સિક્કો કિંમત રૂપિયા ૧૫૦૦૦/-, ચાંદીના દાગીના જેમાં બે જોડી સાંકડા કિંમત રૂપિયા ૮૦૦૦ તથા બે ગ્રામ ચાંદીના સિક્કા કિંમત ૧૦૦૦/- તથા ચાંદીની કંકાવટી કિંમત રૂપિયા ૧૦૦૦/- ઉપરાંત ઉપરના માળીના રૂમમાં કબાટમાં રાખેલ રોકડા રૂપિયા ૧૫૦૦૦૦/- વળી કુલ ૫,૯૦,૦૦૦/- રૂપિયાના મુદ્દા માલની ચોરી કરી નાસી છૂટ્યા હોય ત્યારે તેમના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.