Wednesday, December 25, 2024
HomeGujaratમાળીયા શહેરમાં હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવા રજુઆત

માળીયા શહેરમાં હાઈવે પર સ્પીડ બ્રેકર મૂકવા રજુઆત

માળીયા હાઈવે પર માર્ગ સલામતી માટે કોંગ્રેસ પ્રમુખ દ્વારા માર્ગ અને મકાન વિભાગને લેખિત રજુઆત

- Advertisement -
- Advertisement -

જામનગર-કંડલા હાઈવે માળીયા શહેરમાંથી પસાર થતા રસ્તામાં માર્ગ અકસ્માતના બનાવો ન બને તે માટે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ નાયબ કાર્યપાલક ઈજનેરને આ રસ્તે તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવા લેખિત રજુઆત કરી છે.

મોરબી જીલ્લાના માળીયા શહેરમાંથી પસાર થતો જામનગર-કંડલા હાઈવે પર સ્પીડ બ્રેકર ન હોવાને કારણે સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં રોડ સલામતીને ધ્યાનમાં રાખીને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મોરબી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કરી છે.

રજુઆતમાં તેમણે જણાવ્યું કે, જામનગરથી કંડલાને જોડતો હાઈવે મોરબી જીલ્લાના માળીયા શહેરમાંથી પસાર થાય છે. આ રસ્તામાં અનેક મોટા વાહનોની અવરજવર રહે છે. તેમજ માળીયા શહેરમાંથી પસાર થતો હોય અને વાહનોની સ્પીડ પણ વધારે હોવાના કારણે સ્થાનિક લોકોને હાઈવે ક્રોસ ક૨વામાં મુશ્કેલીઓ સામનો કરવો પડે છે. તેમજ આ હાઈવે રોડ ઉપર માળીયા શહેરમાં કોઈ પણ પ્રકારના સ્પીડ બેકર મુકવામાં આવેલ ન હોવાથી અકસ્માત થવાની દહેસત છે.

જેથી ઉપરોકત રજુઆતને ધ્યાને લઈ તાત્કાલીક ધોરણે જામનગરથી કંડલા હાઈવે રોડ ઉપર માળીયા શહેરમાં યોગ્ય જગ્યાએ સ્પીડ બેકર મુકી આપવાની માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!