મોરબીના રજવાડા સમયના ચાર વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે વિસ્તારવાસીઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે.
જેમાં મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલા કુબેરનાથ રોડ,મોચી શેરી,લુહાર શેરી આમલી ફળી, કંસારા શેરી,મોચી ચોક,સાઈ વાળો ખાંચો,દફતરી શેરી,જૂની હનુમાન શેરી હવેલી શેરી,કડીયા શેરી સાંકડી શેરી અને નહેરુ ગેટ થી દરબારગઢ સુધીના તમામ શેરીઓમાં તથા લખધીરવાસ વિસ્તારમાં લક્ષ્મી નારાયણ શેરી,ઝવેરી શેરી,બુઢાબાવાની શેરી,જોડિયા હનુમાન શેરી,ઘંટીયા પા શેરી,હનુમાન શેરી, ભવાની ચોક ,દરબાર શેરી,આર્યસમાજ મંદિર વિસ્તાર ,લોહાણા પરા, બક્ષી શેરી અને દરબાર ગઢ વિસ્તારમાં આવેલ સંઘવી શેરી,દેરાસર શેરી,ખોખણી શેરી,,નાની-મોટી માધાની શેરી,દરબારગઢ મેઈન રોડ, મચ્છુ બારી મેઈન રોડ,ખત્રીવાડ,જૈન દેરાસર,સોની જ્ઞાતિ વાઘેશ્વરી મંદિર,મચ્છુ માતાજી મંદિર,શીતળા માતાજી મંદિર,વેરાઈ શેરી,જાની શેરી અને નાની બજારમાં આવેલ સુતાર શેરી,રાધા કૃષ્ણ શેરી,પારેખ શેરી,ચૌહાણ શેરી,બુઢા બાવાની શેરી,ત્રિકમરાય મંદિર,ગોવર્ધનજી મંદિર વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માંગણી સાથે હિન્દૂ સમાજના અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ઉપરોક્ત વિસ્તારોમાં મોટાભાગના હિન્દૂ ધર્મના લોકો જ રહેતા હોય જ્યારે અન્ય ધર્મના લોકો રહેવા આવતા તકરારો ઉભી થાય છે તથા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં પણ સંઘર્ષ થવાની શક્યતાઓ રહેલી હોય અને હિન્દૂ સમાજની વાડીઓમાં પ્રસંગ દરમિયાન નાના મોટા ઝઘડાઓ અને પથ્થર મારો થવાની ઘટના પણ બનતી હોય એવી રજુઆત સાથે આ તમામ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા માટે અલગ અલગ વિસ્તારના અગ્રણીઓ હરદતસિંહ જાડેજા,નિલેશભાઈ પારેખ,હરીશ ભાઈ જાદવ,ચિંટુભાઈ પાટડીયા અને સંજયભાઈ ટોઇટા દ્વારા મોરબી જિલ્લા કલેકટરને તેમજ મોરબી કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા,ગૃહ મંત્રી હર્ષ સંઘવી,મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાને રજુઆત કરવામાં આવી છે.