મોરબી એક વિકાસસીલ શહેર છે અને અનેક વિધ ઔદ્યોગિક એકમો ધરાવે છે અને રોજીરોટી માટે અનેક રાજયોમાંથી કારીગરો મજુરી આવે છે. આને કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં છુટક ધંધાના વ્યાપારીઓ દુકાનો ધરાવે છે અને ધંધો કરે છે. આવા વ્યાપારીઓ વજ્રન કરવા માટે કાંટા (ત્રાજવા) ધરાવે છે પરંતુ આવા કાંટા તોલ માપ અધિકારી પાસે ચેક કરાવી માન્યતા મેળવ્યા વગર બીનઅધિકૃત રીતે ઉપયોગ કરે છે. માન્યતા મેળવતા નથી અને આખરે તો ગરીબ અને મધ્યમવર્ગના લોકો ગ્રાહકો જ છેતરાય છે તેવા આક્ષેપ સાથે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તોલમાપ અધિકારીને પત્ર લખી આવા વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ઘણી બધી બીનઅધિકૃત કાંટા (ત્રાજવા)નો ઉપયોગ કરતી છુટક વ્યાપારની દુકાનો મોરબી શહેરમાં તથા આજુબાજુના નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે. પરંતુ હકીકતમાં તેનો વેપાર ધંધો મોટો હોય છે અને નાના મોટા કાંટાનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આવા તમામ કાંટા બીનઅધિકૃત એટલે કે તોલમાપ અધિકારીની માન્યતા પ્રાપ્ત કર્યા વગરના હોય છે. જેથી કરીને લારીઓ, રસ્તા ઉપર બેસતા ધંધાર્થીઓ, છુટક ફેરીયાઓ તેમજ શેરીઓના ખાંચા ખેંચીમાં દુકાન ધરાવતા વેપારી પણ વજનમાં ઓછુ આપે છે તેવું જાણવા મળેલ છે અને ફરિયાદો પણ આવે છે. વાસ્તે આ બાબત ધ્યાનમાં લઈ દરેક નાના મોટા છુટક વેપાર કરતા ધંધાર્થીઓ કે આવા માન્યતા પ્રાપ્ત કર્યા વગરના તોલ માપના કાંટાઓ વાપરે છે તેની તપાસ હાથ ધરી અને તે માન્યતા પ્રાપ્ત કરે તે માટે આપની કક્ષાએથી આવા વ્યાપારીઓ તોલમાપ કાંટાની માન્યતા પ્રાપ્ત કરે તે બાબતે ઘટતી કાર્યવાહી હાથ ધરવા વિનંતી જેથી કરીને આમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છેતરાય નહી અને ઓછુ આવવાની ફરીયાદ પણ બંધ થાય. હાલે દરેક ચીજ વસ્તુઓના ભાવ ઉંચા છે અને સીઝનેબલ વસ્તુની ખરીદીમા ગ્રાહકોને છેતરાવાનો વારો ન આવે તે પહેલા યોગ્ય કરવા વિનંતી. તેમ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ઘણી બધી બીનઅધિકૃત કાંટા (ત્રાજવા)નો ઉપયોગ કરતી છુટક વ્યાપારની દુકાનો મોરબી શહેરમાં તથા આજુ તોલમાપ અધિકારીને પત્રમાં જણાવવામાં આવ્યું હતું.