મોરબીમાં વધુ એક સ્પા પાર્લરની આડમાં કુટણખાનું ઝડપાયું છે, જેના મોરબી-વાંકાનેર હાઇવે રોડ ઉપર વિશાલ ફર્નિચરની પાછળ આવેલ ક્રિસ્ટલ સ્પા મસાજ પાર્લરમાં બહારથી મહિલાઓ બોલાવી દેહ વિક્રયની પ્રવૃત્તિમાં સ્પામાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવાની તમામ સુવિધાઓ પુરી પાડી ચલાવવામાં આવતા દેહ વ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, આ સાથે બે સ્પા સંચાલક આરોપીઓની રૂ.૫૮,૫૦૦/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી છે. જ્યારે પોલીસના દરોડા દરમિયાન અન્ય એક આરોપી હજાર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ સામે ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
રિસેપ્શન ટેબલ નીચે સ્વીચ રાખવામાં આવી હતી જો પોલીસ આવે તો તુરંત એ સ્વીચ ઓન કરવામાં આવતી જેની સાથે બધા રૂમમાં લાલ લાઈટ થતી જેનાથી રૂમમાં હાજર લોકો સાવધાન થઈ જતાં
મોરબી બી ડિવિઝન પોલીસને મળેલ બાતમીને આધારે મોરબી વાકાનેર નેશનલ હાઇવે વિશાલ ફર્નિચર પાછળ આવેલ ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ પાર્લરમાં દરોડો પાડવામાં આવ્યો હતો, પોલીસના દરોડા દરમિયાન ઉપરોક્ત ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ સ્પામાં ગેરકાયદેસર રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી મહિલાઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સાધન/સગવડો પુરી પાડી કુટણખાનું ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું, જેથી દરોડા દરમિયાન હજાર સ્પા મસાજ પાર્લરના સંચાલક આરોપી ભાવેશભાઇ હિમંતભાઇ કાતરીયા ઉવ.૨૩ ધંધો.સ્પામા નોકરી રહે.હાલ.ક્રિસ્ટલ સ્પામાં મોરબી-૨ મૂળરહે.ગામ જોલાપુર તા.રાજુલા જી.અમરેલી તથા ભલાભાઇ રણછોડભાઇ ભીલ ઉવ.૨૯ ધંધો.સ્પામા નોકરી રહે.હાલ ક્રિસ્ટલ સ્પામા મોરબી-૨ મુળ રહે.હિન્ડોરના તા.રાજુલા જી.અમરેલીવાળાની અટકાયત કરવામાં આવી છે, પોલીસે સ્થળ ઉપરથી શરીર સુખ માણવા ઉપયોગમાં લેવામાં આવતા સાધનો તથા રોકડા ૩,૫૦૦/-તેમજ બે મોબાઇલ કિ.૫૫ હજાર સહિત કુલ ૫૮,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. બીજી બાજુ પકડાયેલ બંને આરોપીની પૂછતાછમાં આરોપી મોરબીનો રહેવાસી પ્રસાંતભાઇ કેશુભાઇ કેશુર નામનો ઈસમ આ દેહવ્યાપારના ગોરખધંધામાં સંડોવાયેલ હોય જે હાજર નહીં મળી આવતા તેને વોન્ટેડ દર્શાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે ત્રણ આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.