મોરબી ના નવા બસ સ્ટેશન સામે મોરબી યુથ કોંગ્રેસ દવારા વિરોધ નોંધવામાં આવ્યો હતો અને પુતળા દહન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તે પહેલાં જ પોલીસે પુતળા જપ્ત કરીને કોંગ્રેસ કાર્યકરો ની અટકાયત કરી હતી.
મોરબી યુથ કોંગ્રેસ દ્વારા સંસદમાં કેન્દ્રીય કેબિનેટ મિનિસ્ટર સ્મૃતિ ઈરાની તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી વચ્ચે વિવાદ થયો હતો. જેમાં બન્ને પક્ષે શાબ્દિક યુદ્ધ થયું હતું જેથી સ્મૃતિ ઈરાની દ્વારા કહેવામાં આવેલા અશોભનીય વર્ણન વિરોધ માં યુથ કોંગ્રેસ દ્વારા સ્મૃતિ ઈરાની ના પુતળા દહન કરવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો તેમજ ગુજરાતમાં થયેલા કથિત લઠ્ઠાકાંડ ના વિરોધ માં પણ ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના પુતળા દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે આ બન્ને પુતળાનું દહન થાય તે પેહલા જ પોલીસે બન્ને પુતળા ઝપ્ત કરી લીધા હતા અને કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.