મોરબીના સામાજિક કાર્યકર કાન્તિલાલ બાવરવાએ રખડતા ઢોરના પ્રશ્ને નવતર પ્રયોગ કરીને વિરોધ દર્શાવ્યો છે જેમાં શહેરમાં જે સ્થળે રખડતા ઢોર અડ્ડો જમાવતા હોય તેવા સ્થળે ઢોર પર મેસેજ લખેલ બેનર ઢોરને ઓઢાડી વિરોધ દર્શાવ્યો છે જે બેનરમાં અમે રખડાઉ ઢોર નથી અમને મરજી પડે ત્યાં ફરવાનું ને બેસવાનું લાયસન્સ મળેલ છે તેવો મેસેજ લખવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ સમયાન્તરે ચલાવવામાં આવે છે
જોકે પ્રશ્નનો કાયમી ઉકેલ આવ્યો ના હોય અને શહેરીજનો રખડતા ઢોરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે તો રખડતા ઢોર મામલે અનેક સંસ્થાઓ દ્વારા અનેક રજૂઆત કરી છે છતાં તંત્ર રખડતા ઢોર મામલે લાચારી અનુભવતું હોય તેમ હાથ ઉચા કરી દીધા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે