જામનગર ખાતે આવેલ દરેડ ગામના વિસ્તારમાંથી સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂનો જંગી જથ્થો ઝડપી લીધો હતો. રાજસ્થાની ગેંગ દ્વારા ગોડાઉન ભાડે રાખી દારૂનું વેચાણ કરાતું હતું. પોલીસે રૂપિયા ૨૨.૬૯ લાખની કિંમતનો પેટી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જેને લઈને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. રેન્જ આઈ જી અશોક કુમાર ચોંકી ઉઠ્યા હતા અને તમણે કડક કાર્યવાહી કરી જ્યાંથી ૫૪૦૦ બોટલ દારૂ પકડાયો તે વિસ્તારના PSI એમ. એ. મોરીને સસ્પેન્ડ કરી દીધા છે. જેને લઈને પોલીસ આલમમાં ચર્ચા જાગી છે.
મળતી માહિતી અનુસાર, ગત ૭ ઓક્ટોબરના રોજ જામનગર જિલ્લાના જામનગર જીઆઇડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેઈડ કરી એક ગોડાઉનમાંથી ૫૪૦૦ જેટલી ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો તેની કુલ બજાર કિંમત ૨૩ લાખ જેટલી હતી. જેને લઇ ફરજ પર બેદરકારી સબબ પંચકોષી બી ડિવિઝનના PSI એમ. એ. મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ૪૫૦ પેટી વિદેશી દારૂનો જથ્થો પંચકોષી બી ડિવિઝન વિસ્તારમાંથી મળી આવતા ફરજ પર બેદરકારી સબબ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા PSI એમ. એ. મોરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.