Friday, February 6, 2026
HomeGujaratમોરબીના સાવસર પ્લોટ વિસ્તાર હોસ્પિટલ ઝોનમાં રોજેરોજ ટ્રાફિક જામથી જનતામાં રોષ

મોરબીના સાવસર પ્લોટ વિસ્તાર હોસ્પિટલ ઝોનમાં રોજેરોજ ટ્રાફિક જામથી જનતામાં રોષ

મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર લારી-ગલ્લા અને આડેધડ પાર્કિંગથી દિવસમાં અનેક વખત ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. હોસ્પિટલ ઝોન હોવા છતાં ૧૦૮ એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી દર્દીઓ સમયસર પહોંચી શકતા ન હોવાને કારણે ગંભીર સ્થિતિ ઊભી થઈ રહી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના સાવસર પ્લોટ વિસ્તારમાં હાલ ટ્રાફિકની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે. હોસ્પિટલ ઝોન તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ગેરકાયદેસર લારી-ગલ્લાના દબાણ અને રસ્તા પર આડેધડ ફોર વ્હીલ પાર્કિંગના કારણે દિવસ દરમિયાન ચારથી પાંચ વખત ટ્રાફિક જામ સર્જાય છે. પરિણામે ૧૦૮ એમ્બ્યુલન્સ સહિત ઈમરજન્સી દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિને લઈને ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ દબાણ હટાવવાની જગ્યાએ માત્ર મેમો બનાવીને દંડ વસૂલવામાં જ વ્યસ્ત રહે છે. વારંવાર રજૂઆતો છતાં ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ વધી રહ્યો છે. જીલ્લા પોલીસવડા ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની વાતો કરે છે, પરંતુ સાવસર પ્લોટ જેવી સંવેદનશીલ જગ્યાએ ક્યારે કાયમી ઉકેલ આવશે તે અંગે નાગરિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!