Sunday, September 8, 2024
HomeGujaratમોરબીમાં આગામી ઉત્તરાયણના તહેવારને લઈ PGVCL દ્વારા જાહેર જનતાને અપીલ

મોરબીમાં આગામી ઉત્તરાયણના તહેવારને લઈ PGVCL દ્વારા જાહેર જનતાને અપીલ

ઉતરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે જેવી રીતે પ્રજાજનો તૈયારીઓ કરતા હોય છે તેવી રીતે જ સરકાર પણ તૈયારી કરી રહી છે પણ આ તૈયારી નાગરિકોની સુરક્ષા માટે છે. તેમજ પીજીવીસીએલ મોરબી દ્વારા મોરબી શહેરની જાહેર જનતાના હિત માટે સુચનો જાહેર કર્યા છે.

- Advertisement -
- Advertisement -

પીજીવીસીએલ મોરબી દ્વારા મોરબી શહેરની જાહેર જનતાના હિત માટે આગામી પતંગ મહોત્સવની ઉજવણીમાં સાવચેતી હેતુ ધ્યાને લેવા જરૂરી પગલા લેવા સુચનો તેમજ નમ્ર અપીલ કરવામાં આવી છે. જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ખુલ્લા વીજળીના તારને અડકશો નહિ, તાર ઉપર ચડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ આ રીતે લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થઈ મોટા ભડાકાથી તાર તૂટી જવાની ભીતી રહે છે. તેમજ વીજ વપરાશના સાધનો, ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે. ઘરની આજુ-બાજુ કે કોઇપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરશો નહિ. ધાતુના તાર બાંધીને પતંગ ન ઉડાડવા કારણ કે ધાતુના તાર વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે. મેગ્નેટિક ટેપ, સિન્થેટીક દોરી કે વીજ વાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ન કરવો, કેમ કે, તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે. જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે. વીજળીના તૂટેલા તારથી દૂર રહો. નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ પીજીવીસીએલની સલંગ્ન પેટા વિભાગીય કચેરી ઉપર રૂબરૂમાં અથવા ટેલિફોનિક દ્વારા તુરંત જ આપો. આ ઉપરાંત વીજ અંગેની કોઇપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નં. 1800 233 155 333 અથવા 19122 પર ફોન કરવા પીજીવીસીએલ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!