છાણીયું ખાતર એ એક પ્રકારનું દેશી ખાતર છે, જે ગાય-ભેંસના છાણ-મૂત્ર અને વધેલા ઘાસચારાના કચરામાંથી બનાવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આ ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે હળવદ શ્રી રામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી રામ ગૌ – શાળા ખાતે આગામી તા.20 મે 2023ને શનિવારે સવારે 10.00 કલાકે છાણીયા ખાતરની જાહેર હરરાજી કરવામાં આવશે. તો ખાતર લેવા માટે ઉત્સુક ખેડૂતોએ આ હરરાજીના દિવસે સમયસર શ્રી રામ ગૌશાળા ત્રણ રસ્તા, પોલીસ સ્ટેશન અને મામલતદાર ઓફિસ પાસે, માળીયા સરખેજ હાઇવે પર હળવદ જીલ્લો.મોરબી ખાતે ઉપસ્થિત રહેવા હળવદ શ્રી રામ સેવા ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.