Thursday, July 17, 2025
HomeGujaratમોરબી શહેરમાં ફાયર સેફટી માટે જનજાગૃતિ અભિયાન, શાળા-કોલેજોમાં આગથી બચવા અને તકેદારીની...

મોરબી શહેરમાં ફાયર સેફટી માટે જનજાગૃતિ અભિયાન, શાળા-કોલેજોમાં આગથી બચવા અને તકેદારીની તાલીમ અપાઈ

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. ૧ થી ૭ જુલાઈ વચ્ચે સ્કૂલો-કોલેજોમાં આગથી બચાવની તાલીમ આપવામાં આવી હતી. કુલ ૧૫૯૩ વિદ્યાર્થી-બાળકોને ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, સાથે સાથે બિલ્ડિંગોની તપાસ કરીને એનઓસી વગરની સંસ્થાઓને નોટિસો ફટકારવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં આગથી બચાવ અને તેની તકેદારી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ફાયર પ્રિવેન્શન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન તા. ૧ જુલાઈથી ૭ જુલાઈ ૨૦૨૫ દરમિયાન શહેરની ૨ કોલેજોમાં ૪૬૩ વિદ્યાર્થીઓને અને ૨ સ્કૂલોમાં ૧૧૩૦ બાળકોને આગ લાગવાને સમયે કેવી રીતે પ્રતિક્રિયા આપવી, ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો, અને સેફ્ટી નિયમો કયા છે તેની તાલીમ આપવામાં આવી હતી.

આ ઉપરાંત અગ્નિશમન વિભાગ દ્વારા શહેરની વિવિધ હાઉસિંગ સોસાયટીઓ, કોમ્પ્લેક્સ અને ઔદ્યોગિક ઈમારતોમાં ફાયર સેફટી સર્ટિફિકેટના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બિલ્ડિંગો પાસે ફાયર એનઓસી ન હતું, તેમને તાત્કાલિક નોટિસ આપી જરૂરી સુચનાઓ તથા ગાઈડલાઈન પણ આપવામાં આવી હતી. સાથે જ, મોરબી શહેરમાં આગ લાગવાના ૨ અલગ બનાવોમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસે ઘટના સ્થળે ત્વરિત પહોંચીને આગ ઉપર કાબુ મેળવી, જાનમાલનું નુકશાન અટકાવ્યું હતું.

આ ફાયર ટ્રેનિંગ અને ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં આવેલ લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. આવી કોઈ દુર્ઘટના સમયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!