મોરબી રોટરી ક્લબ દ્વારા વધુ એકવાર ‘ધમાલ ગલી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આપણા બાળપણમાં રમેલી શેરી રમતો આપણા બાળકોને રમાડીયે તથા સાથે રમીને આપણા બાળપણમાં એક ચક્કર મારવા તથા બાળપણની યાદો તાજી કરીયે ત્યારે વધુ એકવાર મોરબી રોટરી ક્લબ દ્વારા આગામી તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪ રવિવારના રોજ સ્કાય મોલ શનાળા રોડ ખાતે સવારે ૭.૩૦થી ‘ધમાલ ગલી’માં ધમાલ કરવા મોરબીવાસીઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
રોટરી કલબ ઓફ મોરબી આયોજીત ‘ધમાલ ગલી’માં લંગડી દોડ, દોરડા કુદ, આંધળો પાટો, વર્તુળનો રાજા, કોથળા દોડ, ધમાલિયો ધોકો, થાકલા દાવ, કેટલા રે કેટલા, નાળિયેર ફેંક, મલ કુસ્તી, ચિતા ચાલ, બતક ચાલ, ડબ્બા દાવ, ભમરડો, લખોટી, સાપ સીડી જેવી શેરી રમતો સાથે ઝુમ્બા,ઈલેક્ટ્રો ગરબા, યોગા, લાઈવ ડીજે, સેલ્ફી ઝોન વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધમાલ ગલીમાં કોઈપણ જાતની વય મર્યાદા રાખવામાં આવી નથી. ધમાલ ગલીમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોઈપણ ઉંમરના વ્યક્તિ કોઈપણ રમતમાં ભાગ લઇ શકે છે. આ રમતોમાં ભાગ લેવા રેજીસ્ટ્રેશનની જરૂરિયાત નથી.લોકો માટે મુક્ત પ્રવેશ રાખવામાં આવ્યો છે.