વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત પછી આમ આદમી પાર્ટી ગુજરાતમાં હવે પોતાના સંગઠન વધુ મજબૂત કરી રહી છે. આમ આદમી પાર્ટી હવે લોકોના અસર કરતા અને સળગતા મુદ્દાઓ ઉઠાવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આવતીકાલે મોરબીના રાજનગરમાં જાહેર સભા ગજવશે.
આવતીકાલે તા.૦૪-૮-૨૦૨૫ ને સોમવારના રોજ મોરબી શહેરમાં પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર ગરબી ચોક ખાતે રાત્રે ૮:૩૦ કલાકે સભા સંબોધશે. ગુજરાત જોડો અભિયાન તેમજ જન જાગૃતિ અભિયાન અંતર્ગત મોરબી શહેરમાં પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર ગરબી ચોકની અંદર મોરબીના પ્રાણ પ્રશ્નો તેમજ ૩૦ વર્ષથી એક ચક્રી શાશનથી પ્રજાને પડતી મુશ્કેલીના ભાગરૂપે તેમજ યુવાનોને કામની રાજનીતિથી પ્રેરિત કરવા માટે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી મોરબી આવી રહ્યા છે. ત્યારે સર્વે મોરબીવાસીઓને આ જાહેર સભામાં પધારવા આમ આદમી પાર્ટી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.