Friday, December 27, 2024
HomeGujaratપશ્ચિમ રેલવે વિભાગ રાજકોટ મંડળ દ્વારા પતંગ ઉડાડવા અંગે જાહેર સૂચના

પશ્ચિમ રેલવે વિભાગ રાજકોટ મંડળ દ્વારા પતંગ ઉડાડવા અંગે જાહેર સૂચના

લોકપ્રિય તહેવાર એવા મકર સંક્રાતિ ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે જેમાં નજીવી કિંમત ની વસ્તુ માટે ઘણા લોકો પોતાનો તથા અન્ય લોકો નો જીવ જોખમ માં મુકતા હોય છે જેથી ઘણા અણબનાવ પણ બનતા હોય છે ત્યારે પશ્ચિમ રેલવે ના રાજકોટ મંડળ તરફ થી જાહેર સૂચના આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ મંડળના તમામ અનુભાગો પર ઓવરહેડ વોલ્ટેજ ઈલેક્ટ્રીક વાયર દ્વારા 25000 વોલ્ટ પર રેલ્વે ટ્રેકનું વીજળીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યાં ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલા પતંગ અને દોરાને દૂર કરવા જેવી પ્રવૃતિઓ જોવા મળે છે, જેના કારણે માનવ જીવન જોખમાય છે. 25000 વોલ્ટના ઓવરહેડ ટ્રેક્શન વાયરમાં ફસાયેલી પતંગોને વાયરમાંથી બહાર નીકાળતી વખતે માનવ જીવન જોખમમાં મુકાઇ શકે છે અને ઓવરહેડ ટ્રેક્શન વાયર તૂટી શકે છે. જેના કારણે રેલ્વે ટ્રાફિક ગંભીર રીતે ખોરવાઈ શકે છે અને માનવ જીવનને નુકસાન થઈ શકે છે. વધુમાં એ પણ સૂચિત કરવામાં આવે છે કે, કેટલાક પતંગના દોરાઓ પર મેટાલિક પાવડર કોટિંગ કરવામાં આવે છે જેના કારણે ઓવરહેડ ટ્રેક્શન વાયરની આસપાસ પતંગ ઉડાવતી વખતે માનવ જીવનને નુકસાન થઈ શકે છે. જેથી રેલ્વે સ્ટેશન પર, રેલ્વે ટ્રેકની નજીક પતંગ ઉડાવતી વખતે દોરામાં મેટાલિક પાવડરનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે તેનાથી માનવ જીવન જોખમમાં આવી શકે છે અને અન્ય લોકોને પણ આવું ન કરવાની સલાહ આપવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!