Sunday, January 25, 2026
HomeGujaratહળવદની ધરતીનગર સોસાયટીમાં જનતા રેઇડ: રહેણાંકમાંથી ઇંગ્લિશ દારૂ સાથે એક ઝડપાયો, બે...

હળવદની ધરતીનગર સોસાયટીમાં જનતા રેઇડ: રહેણાંકમાંથી ઇંગ્લિશ દારૂ સાથે એક ઝડપાયો, બે ફરાર જાહેર

હળવદ બાયપાસ હાઇવે સ્થિત ધરતીનગર સોસાયટીમાં રહીશો દ્વારા જનતા રેઇડ હાથ ધરાતા એક યુવાન ઇંગ્લિશ દારૂની બોટલ સાથે ઝડપાયો હતો. આ સાથે પોલીસને જાણ કરતા, પોલીસે મકાન માલીક સહિત ત્રણ ઈસમો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે, જેમાં હાલ મકાન માલીક સહિત બે આરોપીને ફરાર જાહેર કરીને આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ બાયપાસ હાઇવે નજીક આવેલી ધરતીનગર સોસાયટીના રહેણાંક મકાનમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે રહીશોએ જનતા રેઇડ કરી હળવદ પોલીસને જાણ કરતા ચકચાર મચી ગઈ હતી. ત્યારે સમગ્ર બનાવ મામલે નોંધાયેલ ફરિયાદ મુજબ, ગઈકાલ તા ૨૪/૦૧ ના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં ફોન મારફતે જાણ કરવામાં આવી હતી કે, ધરતીનગર સોસાયટીમાં રાજભા લીંબોલાના ઘર પાસે લોકો ભેગા થયા છે અને એક ઈસમને ઇંગ્લિશ દારૂની બોટલ સાથે પકડવામાં આવ્યો છે. જેથી તુરંત પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાંથી પકડાયેલ આરોપી સચિન કીર્તિભાઈ નાયક ઉવ.૨૬ રહે.હળવદ કુંભાર દરવાજા પાસે વાળાને હળવદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. જે બાદ પૂછપરછ કરતા પકડાયેલા ઈસમે જણાવ્યું હતું કે, આ ઇંગ્લિશ દારૂની અડધી બોટલ મકાન માલિક રાજભા લીંબોલા રહે. ઘનશ્યામપુર ગામ તથા અંકિત નરેન્દ્રભાઈ બાવાજી રહે. વાસુદેવનગર સોસાયટી હળવદ વાળા દ્વારા લાવવામાં આવી હતી. હાલ હળવદ પોલીસે પકડાયેલ આરોપી તથા હાજર નહિ મળી આવેલ આરોપી મકાન માલીક સહિત ત્રણેય વિરુદ્ધ પ્રિહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!