મોરબી સહિત રાજ્યનાં ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે જ્યારે રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવામાં આવ્યું છે. પોલીસ દ્વારા કર્ફ્યુ જાહેરનામાની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે મંગળવારે ૨૪ કલાક દરમ્યાન મોરબી જિલ્લામાં કોરોના ગાઈડલાઇન્સ અંતર્ગત બહાર પાડેલા જાહેરનામાં ભંગ બદલ મોરબી જિલ્લામાં પોલીસે કુલ 33 લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં મોરબી સીટી એ.ડીવી પો. સ્ટે. વિસ્તારમાં માસ્કવિના જાહેરમાં ફરતા ૨ રાહદારીઓ સામે, માસ્કવિના દુકાનમાં બેસીને વેપાર કરતા ૧ વેપારી સામે, રાત્રી કરફ્યૂ દરમ્યાન ઈંડાની રેંકડી ખુલ્લી રાખતા ૧ રેંકડીધારક સામે, રાત્રી કરફ્યૂ દરમ્યાન જાહેરમાં કોઈ ખાસ કામ વગર બહાર નીકળતા ૧ રાહદારી સામે તથા બી ડિવિઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરતા ૮ રાહદારીઓ સામે, માસ્કવિના જાહેરમાં નીકળતા ૨ રાહદારી સામે, સોશિયલ ડિસ્ટનસના નિયમો વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડતા ૩ રિક્ષાચાલકો સામે અને મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરાવીને વધુ પેસેન્જર બેસાડતા ૧ રિક્ષાચાલક સામે જ્યારે વાંકાનેર સીટી પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા માસ્ક ન પહેરવાનો દંડ આપવાની આનાકાની કરતા ૧ રીક્ષાચાલક સામે, માસ્કવિના દુકાને બેસીને તથા ગ્રાહકો વચ્ચે અંતર જાળવવામાં બેદરકાર રહેનાર ૧ કપડાના દુકાનદાર સામે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં વધુ પેસેન્જર બેસાડતા છોટાહાથીના ૧ વાહનચાલક સામે, ૧ ઇકો કારચાલક સામે, માસ્કવિના જાહેરમાં નીકળતા ૧ રાહદારી સામે, માળીયા મિયાણા પો. સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા વધુ ગ્રાહકો એકઠા કરી વેપાર કરતાં પાન મસાલાના ૨ ધંધાર્થીઓ સામે, સેલ્સ એજન્સીના ૧ સંચાલક સામે તથા ટંકારા પોલીસ સ્ટે. વિસ્તારમાં કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર વેપાર કરતા પાન-માવાના ૧ ધંધાર્થી સામે, વધુ પેસેન્જર બેસાડતા ૩ રિક્ષાચાલકો સામે જ્યારે હળવદ પોલીસ સ્ટે. વિસ્તારમાં ૨ રિક્ષાચાલક સામે જાહેરનામાં ભંગની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.