મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજાની પુનઃ નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પત્ર લખી શુભેચ્છા પાઠવી અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પક્ષને મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ સમિતિમાં સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજાની ફરી એકવાર શહેર પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ પત્ર દ્વારા તેમને અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે, તેમની સક્રિયતા અને નેતૃત્વ ક્ષમતા દ્વારા પક્ષની વિચારધારા અને કાર્યક્રમોને જનજન સુધી પહોંચાડવામાં સફળતા મળશે. પુષ્પરાજસિંહ જાડેજા સૌ કાર્યકરોને સાથે રાખી સંગઠનને વધુ મજબૂત બનાવશે અને આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષને નવી દિશા આપશે. તેમની પુનઃ નિમણૂંકથી કાર્યકરોમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.









