Sunday, October 13, 2024
HomeGujaratરોટરી કલબ ઓફ હળવદ દ્વારા લોખંડના ઈલેકટ્રીક થાંભલાઓ ઉપર પી.વી.સી.પાઇપ ના કવર...

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા લોખંડના ઈલેકટ્રીક થાંભલાઓ ઉપર પી.વી.સી.પાઇપ ના કવર ચડાવાયા

રોટરી કલબ ઓફ હળવદ દ્વારા ચોમાસા દરમિયાન થતા શોર્ટ સર્કિટથી બચવા લોખંડના ઈલેકટ્રીક થાંભલાઓ ઉપર પી.વી.સી.પાઇપ ના કવર ચડાવવામાં આવ્યા.

- Advertisement -
- Advertisement -

અવારનવાર અને ખાસ કરીને ચોમાસાની સીઝનમાં લોખંડના થાંભલાઓ શોર્ટ થતા હોય છે. જેના હિસાબે અત્યારે સુધીમાં શહેરમાં ઘણા બધા ઢોર અને જાનવર મોતને ભેટ્યા હતા. પણ છેલ્લા 4 વર્ષથી રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે ત્યારથી શોર્ટ થવાના પ્રમાણ માં મહદઅંશે ઘટાડો જોવા મળી રહ્યો છે.ખાસ કરીને સ્કૂલે આવતા જતા બાળકો માટે તેમજ થાંભલાની બાજુ માંથી પસાર થતા લોકો માટે પણ આ પોલ ખુબ જોખમી છે.જે બાબતની ગંભીરતા લઇને રોટરી દ્વારા આ પાઇપ ફિટિંગનો ચોથો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ અને અત્યારે શહેરની આખી મેંઇન બજારમાં થાંભલાને આ રીતેજ સુરક્ષા કવચ લગાવવામાં આવ્યા હતા.

આ વખતે પણ લોકોની જ્યાં વધુ અવરજવર થતી હોય તેવી જગ્યાએ તેમજ ઢોર ની બેઠક હોય ત્યાંની આજુબાજુ ની જગ્યા એ આવતા 22 પોલ ઉપર પ્રોટેક્શન કવર લગાડવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટનું ડોનેશન હરિકૃષ્ણ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ વાળા શૈલેષભાઇ પટેલ તરફથી આપવામાં આવ્યું હતું. આ પ્રોજેકટ ચેરમેન સન્ની ત્રિવેદીની મહેનતથી લગનથી સફળ થયો હતો. રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ ના યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!