Thursday, October 10, 2024
HomeGujaratરાજ્યની શાળાઓમાં આગામી ૨૬ તારીખથી ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો શરૂ...

રાજ્યની શાળાઓમાં આગામી ૨૬ તારીખથી ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો શરૂ થશે

૫૦ ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે

- Advertisement -
- Advertisement -

રાજ્યની શાળાઓમાં ધોરણ   ૯ થી ૧૧ ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ ૨૬ જુલાઈ થી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવા બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ શાળા વર્ગો રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તદઅનુસાર સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૬ જુલાઈ થી શાળાઓના ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે. ધોરણ ૯ થી ૧૧ ના વર્ગો આગામી તા. ૨૬ જુલાઈ થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ-SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે.

રાજ્ય સરકારે આ અગાઉ તારીખ ૯ જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ ૧૨ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો ૫૦ ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ ૯ થી ૧૧ ના શાળા વર્ગો પણ પ્રત્યક્ષ રીતે આગામી તારીખ ૨૬ જુલાઈથી શરૂ થશે.

કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને અન્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!