એક બાજુ અજગરની જાતિ લુપ્ત થવાનાં આરે છે. ત્યારે બીજી બાજું અજગરથી ખેડૂતો અને માલધારીઓમાં પણ ફફડાટ હોય ત્યારે નાગ પંચમીના દિવસે ટંકારા ભાગેળે અજગરે દેખા દેતા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી જંગલી અજગર પકડી પાડયો છે.
રાજકોટ મોરબી રોડ પર એચ પી પેટ્રોલ પંપ સામે ગેલેક્સી હોટલ પાસે ભંગાર ટાયરના ગોડાઉનમા આજે સાંજે જંગલી અજગરે દેખા દેતા સ્થાનિકો દ્વારા ટંકારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના પગલે આર.એફ.ઑ. કે.એમ. જાની તથા ફોરેસ્ટર એમ.જી. સંઘાણી તોફિક તૈલી સહિતના લોકો ધટના સ્થળે પહોંચ્યા હતા. અને વિશાળકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારે રેસ્ક્યુ અંગે જણાવતા અધિકારીએ કહ્યું હતું કે, આ જંગલ વિસ્તારમાં જોવા મળતો જીવ ટાયરની ગાડીમાં આવી ગયો હોય હવે આને પરત જંગલમા છોડી મુકશુ. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે નાગ પંચમીના દિવસે ટંકારામા અજગર નિકળ્યાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.