Wednesday, November 20, 2024
HomeGujaratમોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે લગાવાયા “QR CODE” : ઓનલાઇન વેરા...

મોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે લગાવાયા “QR CODE” : ઓનલાઇન વેરા ભરવાની કામગીરીનો શુભારંભ

મોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વેરા વસુલાતની કામગીરી ગ્રામ સુવિધા સોફ્ટવેર પરથી ઓનલાઇન કરવા માટે આદેશ કરાયો હતો. કોઈપણ સંજોગોમાં વેરા વસુલાતની ઓફલાઈન રસીદ ન આપવા તાકીદ કરવામાં આવી હતી. જેને લઈ આજથી મોરબી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો ખાતે “QR CODE” મારફત ઓનલાઇન વેરા ભરવાની કામગીરીની શરુઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ભારત સરકાર દ્વારા “DIGITAL INDIA CAMPAIGN” અંતર્ગત રાજ્યની તમામ ગ્રામ પંચાયતો ખાતે BHIM/UPI ના માધ્યમથી ઓનલાઇન ચુકવણા સ્વીકારી શકાય અને પેપરલેસ વહીવટ તરફ અગળ વધી શકાય તે માટે મોરબી જિલ્લાની તમામ ૩૬૨ ગ્રામ પંચાયતો ખાતે “QR CODE” મારફત ઓનલાઇન વેરા સ્વીકારવાની સરાહનીય કામગીરીની શરુઆત કરવામાં આવી છે. ટેકનોલોજીના ઉપયોગથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા છેવાડાના માનવીનું જીવન પણ સરળ બની શકે તે માટે ગ્રામ પંચાયતોમા વેરા વસુલાત માટે ઇ-પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવામા આવી છે. જિલ્લા વિકાસ અધિકારી ડિ.ડિ.જાડેજાના માર્ગદર્શન હેઠળ આ “QR CODE” ની સુવિધા હવે દરેક ગ્રામ પંચાયત ખાતે ઉપલબ્ધ કરાઈ છે. આ સુવિધાથી લોકો માટે નાણાંકીય વ્યવહાર સરળ બનશે. આ પેમેન્ટ ઓનલાઇન થતું હોવાથી ગ્રામજનોએ વેરો ભરવા ગ્રામ પંચાયત કચેરીએ રૂબરૂ જવાની પણ જરુર નથી. તલાટી કમ મંત્રી પાસેથી “QR CODE” મેળવી ઘરે બેઠા વેરો ભરી શકાશે જેને લીધે ગ્રામજનોનો સમય બચશે અને તેઓ પોતાની અનુકુળતાએ વેરો ભરી શકશે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!