રાજકોટ રેંન્જ આઇ.જી. અશોકકુમાર યાદવએ પ્રોહિબિશન જુગારની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી તાલુકાના રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે “જય દ્વારકાધીશ” પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાનમાંથી ગેરકાયદેસર નશીલી આર્યુવેદીક શીરપનો બોટલો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાએ ગેરકાયદેસર નશીલા આર્યુવેદીક શીરપના વેંચાણ અંગેના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને આજ રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ કે.એ.વાળાએ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગ દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર પાનેલી રોડ સિમોરા સીરામીક પાસે પહોચતા બાબુભાઇ માધાભાઇ ગમારા (રહે-રફાળેશ્વર ભરવાડવાસ તા.જી.મોરબી) નામના શખ્સની “જય દ્વારકાધીશ” પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાન ધારક પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની કૂલ ૩૦ બોટલનો રૂ.૪૫૦૦/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી કલમ- ૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.